This is a joke published in a local news paper.
I recommend to think….
……….how we have been reacting to our inner-soul the same way as,
Pujaris and bootlegger did!
And if any of you could translate it for the people who do not follow gujarati – I’d be thankful!
ન્યાયમૂર્તિ મૂંઝવણમાં
એક જુના મંદિરની સામે જ એક બુટલેગરે દારૂનો અડ્ડો ખોલી કાઢ્યો. મંદિરના પૂજારીઓએ એને બહુ સમજાવ્યો પણ બુટલેગર માનતો જ નહોતો. આખરે મંદિરના પૂજારીઓએ સવાર-સાંજ ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે ‘‘હે ભગવાન ! આ દારૂના અડ્ડાને અહીંથી હટાવો !’’
એક રાત્રે એ દારૂના અડ્ડા ઉપર આકાશમાંથી જોરદાર વીજળી પડી અને અડ્ડો ભાંગીને ભૂક્કો થઈ ગયો.
અડ્ડાના માલિકે કોર્ટમાં ફરિયાદ કરી કે ‘‘મંદિરના પૂજારીઓએ ડાયરેકટલી અથવા ઇન-ડાયરેક્ટલી મારી પ્રોપર્ટી ખતમ કરાવડાવી છે.’’પૂજારીઓએ બચાવ કર્યો કે ‘‘અડ્ડાને ખતમ કરવામાં અમારી કોઈ સંવોડણી છે જ નહિ.’’
આખરે જજસાહેબે મુંઝાઈને કહેવું પડ્યું કે ‘‘જુઓ, આ કેસમાં ન્યાય કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે
મંદિરના પૂજારીઓ પ્રાર્થનાની તાકાતને માનવા તૈયાર નથી અને બુટલેગરને એમાં જ વિશ્વાસ છે !’’